Saturday, 27 April 2019

હંફાવે તો ... શરૂઆત કર ...


સમય હંફાવે તો ઘડીથી શરૂઆત કર 
પ્રત્યેકમાં ખૂંપી પુર પૂરું બળતણ

રસ્તો હંફાવે તો ડગથી શરૂઆત કર 
પ્રત્યેકમાં ભર બળ, પકડી, દૂરંદેશીનું ઘડતર

ભાવિ હંફાવે તો અત્રથી શરૂઆત કર 
પ્રત્યેકમાં પૂર્ણ જોશ, હોશ, ધરપત શ્વસ 

અતિત હંફાવે તો નવીન શરૂઆત કર 
પ્રત્યેકમાં સમતા એકત્વ ચિદાનંદ ભારોભાર ચિતર

ચલન હંફાવે તો સહજથી શરૂઆત કર 
પ્રત્યેકમાં સ્વયંભૂ સાહજિક પ્રામાણિક ઈરાદો મૂક

વ્યવહાર હંફાવે તો વલણથી શરૂઆત કર 
પ્રત્યેકમાં નિષ્પક્ષ નિશ્ચિંત સદ્-ભાવને વણ

જિંદગી હંફાવે તો શ્વસન સમ શરૂઆત કર 
પ્રત્યેકમાં અહોભાવથી આપોઆપ આપ-લેની યથાર્થતા સમજ...

પ્રભુ જોડીદાર...

એપ્રિલ, ૨૦૧૯


Flower Name: Ipomoea lobata Mina lobata
Spanish flag
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress.

No comments:

Post a Comment