"હે નિમ્નમાનુષતત્વ! નમી જા!
સાંભળી લે આ દિવ્ય વિધાન.
તું કરી લે હિંસા ખૂનામરકી ને ભેદભાવ
સરમુખત્યારતત્વો તળે દબી જા!
અસત્- અસહ્યને સામ્રાજય સામ્રાજ્ઞ બનાવ
અમાનવીય હરકતોને શીરે ચડાવ!
પીડા, પીડન, પીડિત વલણથી ભીતિ ફેલાવ
હીનકૃત્યો દ્વારા સત્તાધીશ થા!
છતાં, ક્ષણિક કે સમય પૂરતો જ છે તારો તાપ.
તને ઘડનાર તું નથી, નથી તારી ક્ષમતા અમર્યાદ.
નહીં બની શકે તું વસ્તલ કે સર્જનહાર
ઊઠીને સજાગ થવું રહેશે ત્યજી નિમ્નવાદ.
તારો સર્જક છે દિવ્યચૈતન્ય અતિમનસપ્રકાશ.
ગ્રસી ગ્રસીને વિસર્જિત થાય છે તારું કર્યું તમામ.
નિરંતર કાર્યરત છે એ ચેતનબળ અપાર
પરિવર્તિત થતું, પ્રત્યેક તારું કૃત્ય, ઓગાળી અભિશાપ.
જા, થાય એટલું કરી લે, બહુ સમય નથી તારી પાસે આમ..."
એપ્રિલ, ૨૦૧૯
Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness turned towards the Supramental LightSunflower
It thirsts for truth and will find its satisfaction only in the truth.
No comments:
Post a Comment