Friday, 5 April 2019

સમતાની બાંધ ક્યારી...


ઉદ્વેગ, ઊણપ, ઉગ્રતા સામે સમતાની બાંધ ક્યારી
જળવાશે એ પરિઘ બાંધથી ભીતરની  ઉજાણી 

વ્યર્થ અંતરાય આવકારને અટકાવતી સિંચાઈ
પાક, મબલખ પાક લણવા અકસીર લકીર શાણી.

સઘળું વિશ્વ વિશ્વાસ તણુ જ્યાં છેટી આશ ઓશિયાળી
સમત્વની વેદી પ્રજ્વલિત ત્યાં હોમ બને ગુણશાળી

આંતર ભીંજવતી ખળખળ વહેતી નિષ્પક્ષપક્ષ-પાતી
બાહ્યપટલે ફેલાવ એ સશક્ત નિરુપદ્રવી સમદાયી 

અટલ, અડગ, નિર્વિકાર, નિસ્પૃહ...જે શક્ય અમલદાયી
અજમાવ! અગત્ય હો પ્રારંભ, ખૂલતી જાશે સરવાણી...

પ્રભુ દેશે તેજ આંકણી...

એપ્રિલ, ૨૦૧૯


Flower Name: Iberis
Candytuft
Significance: Equanimity
Immutable peace and calm.

No comments:

Post a Comment