ગજબ છે આ વંશ પ્રથા!
પેઢીઓ જકડતી, સબડતી વ્યથા,
વારસાનાં નામે સર્વદા
નવ પેઢી ઢસડે પૂર્વ વ્યવસ્થા,
જીવાઈ ગયેલ પુરાણી કથા
વળી વળી જીવે પેઢી, દર પેઢી, સજા!
એ જ રીત રસમ વાદ વર્તાવ
જે હતી સદી દાયકાઓ પૂર્વે પ્રમાણ,
હજી પણ મેળવે એજ ધ્યાન
સંદર્ભે શૂન્ય પણ અનુકરણ તમામ.
શીખ જરૂરી આત્માનિષ્ઠા કાજ
જન્મે જન્મે દર જન્મ ગતિમાન,
ન હોવો અમલ ભૂલી ભાન
પૂર્વજ પ્રતિ ન ભૂલો માન સન્માન,
ન વેડફો જીવન દઈ બલિદાન
આધાર જેનો ફક્ત જૂનવાણી પ્રભાવ.
પેઢી એ પેઢીએ હો નવ નિર્માણ...
પ્રભુ હો મોખરે જ્યોતિ પ્રસાર...
જય હો!
એપ્રિલ, ૨૦૧૯
Flower Name: Arrhostoxylum costatum
Ruellia elegans
Significance: Heroic ActionFights for the true and the beautiful without fear of obstacles or opposition.
No comments:
Post a Comment