Wednesday, 25 March 2020

ઉંમર કયાં વધે?


ઉંમર વધવાથી ઉંમર કયાં વધે
વધે ગણતર થકી શાણ
શરીરવય દર વર્ષે વધતી રહે
તો ભૌતિક માપદંડ ફરજિયાત

વ્યક્તિએ ખુદની માપવી રહે
અનુભવી ડહાપણ થકી સભાન
ખુલ્લી આંખે ચકાસી જીવવું રહે
જાગૃતિમાં સમાધાન ને દરકાર

વયસ્ક કે શિશુ સહુ સંગે 
રહેવો સર્વપક્ષે મનમેળ ને મેળાપ 
અદલબદલ ને પ્રભાવ અંકુશ લગીરે
પણ સન્માનનીય ને છતાં પોતીકો શ્વાસ

ઉંમર ગણીને પિંજર ઘડે
ઉચિત પ્રતિ વર્તમાન કાળ
ઉંમરે ઉંમરે ઘડાતો તપતો નમતો રહે
જીવ નિરંતરી ને જીવન થકી શાશ્વતનો વારસદાર.. 

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Albizia lebbeck
Siris tree, Woman’s tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine

Tuesday, 24 March 2020

થાકે થકી ભાર!


પૃથ્વી જ્યારે વિવશ ને થાકે થકી ભાર
નકાર ઉપદ્રવી તત્વો માંડે સફાઈકામ

માનવ વિવેક નમ્રતા છોડે માનવસાથ
જ્યારે અતિમાં જીવે સર્વ મતિ ને ભાગ્ય

પછી કુદરત ધરે હસ્તે સમસ્તનું રાજ
સદ્-ભાવ ભર્યું, પણ વિકલ્પ રહે સંહાર

માનવબુદ્ધિમાં ઘૂસી કે બની કહેરકાંડ
સંતુલનમાં મૂકે ફરી તમામ વ્યવહાર

ક્યારેક માનવોપાર્જિત વ્યવસ્થા આવે કામ
પરમ શોધે માનવસમજથી માનવમંગળ માર્ગ

અતિમનસ ચેતના જે સર્વોપરી સમ્રાટ
દર અમંગળ, અધૂરપને ફેરવશે પૂર્ણતામય છલકાવ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Bixa Orellana
Annatto, Lipstick tree, Achiote
Significance: New World
The result of transformation



Monday, 23 March 2020

Wow! in the midst of ...


Thank you for letting us witness 
Finally, the Human race could pass the conquest 
In Unity and in solidarity, learned to be the best

Wow! in the midst of the Phase 
Where the Intellect completely agitates
YOU brought together all mammals and Man

Heavy, unstoppable, hard to sail
But this time was prerequisite
In Global Unison, YOU shorten the process 

Man must understand 
For once and for the Earth’s sake
The Nature is the Divine part, never forget

O Human habitat! The guest! 
Obey the rules that the Host has set
Power beyond is ALIVE! always win over the man-made…

Thank YOU…

March 2020


Flower Name: Helichrysum bracteatum
Strawflower, Golden everlasting, Yellow paper daisy
Significance: Supramental Immortality upon Earth
This still remains to be realised

Sunday, 22 March 2020

જે જુએ સર્વેમાં નકાર ...


એવો એક વ્યાપ, જે જુએ સર્વેમાં નકાર
પળ પળ દેખે દેખાડે ને ફેલાવે ફરિયાદ
સઘળેથી નપુસંક બનવો રહ્યો નકાર...

દર વર્તન આવર્તન વિરમે મહીં નકાર
આંતરવલણ તણાઈ જાય ભળી વિકાર
સૂચનેથી નપુસંક બનવો રહ્યો નકાર...

વાતાવરણ બની વિચરતો નકાર
દર આરંભ ને અંત પછી પણ ભારોભાર
પૃષ્ઠભૂમિથી નપુસંક બનવો રહ્યો નકાર...

સાર્વભૌમત્વધારી વિલાસી નકાર
વાત વાણી વર્તનમાં જાણે પ્રવર્તમાન
અધિકારીકતામાં નપુસંક બનવો રહ્યો નકાર...

ભલે! રહે એક અફર પક્ષ નકાર
હશે આવશ્યક પ્રતિ દિવ્ય સમભાવ
લુપ્ત શુષ્ક નપુસંક બનવો રહ્યો નકાર...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness turned towards the Light
It thirsts for Light and cannot live without it.

Saturday, 21 March 2020

પરમહસ્તેથી ઉતરવો...


એક નિયમન જે  એક એકધાર
પરમહસ્તેથી ઉતરવો ઉર્ધ્વપ્રવાહ

દર ગતિનું ઉદ્-ભવ સ્થાન
એથી દર પ્રક્રિયા શક્ય સમાપ્ત

માર્ગદર્શન નિર્વહન કે નિર્માણ
પ્રત્યેકની જે જે જરૂરી સંધિસમાસ

અવતરણ વાહક ને આહવાન
સક્રિયતંતુ સ્ત્રોત સાધે પરમજોડાણ

બસ! એક અસીમ નિતાંત શાંત
અહીંથી મળવું સ્થિર રિક્ત ગ્રાહ્ય

સ્થાયી થવા તત્પર સ્વસ્થ સભાન
વ્યવસ્થામાં સંપૂર્ણ ગરકાવ

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Pachystachys coccinea
Cardinal’s guard
Significance: Aspiration for Supramental Guidance in the Subconscient
Intense need for order, light and knowledge in the subconscient penumbra

Friday, 20 March 2020

એક ઉપાય...


વિનિમય રોકવા એક ઉપાય
પરમઅંશ સર્વેમાં છૂપો જાણ

જોવી દરેકમાં દિવ્યની છાપ
અણદીઠી! પણ છૂપી ક્યાંક

દર વ્યવહારમાં પરમ માણ
ને સંવાદમાં એજ ઉદ્-ભવસ્થાન

આવાજાહી પણ એહથી તમામ
થકી શક્ય સધળી જા-આવ

કોઈ લેવાદેવા કોઈનેય કશામાંય
કોઈ ભૂમિકા મન મતિ પ્રાણ

દરેકને ભાગે દરેકનું ઉદ્દાત
જે જે જરૂરી જે જે જ્યારે જ્યાં 

બાકી, સમગ્ર તો એક આવિર્ભાવ
વિવિધતામાં પ્રખર ને પ્રગટ છતાં...

મનુષ્યોએ રહેવું વિના અરસપરસ પ્રભાવ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦ 


Flower Name: Heliotropium arborescens
Heliotrope, Cherry-pie
Significance: Vital Consecration
Delightfully modest and fragrant, it smiles at life without wanting to draw attention to itself.

Thursday, 19 March 2020

...રહેવું ત્યાં જ, અડગ!


કોઈપણ એક રસ્તો પકડ
લઈ ચાલશે મુકામ તરફ
બસ! ડટી રહેવું ત્યાં , અડગ!

ધ્યાન જ્ઞાન કર્મ કે ભક્તિ પથ
જે તરત ને જે તરફ ઝુકાવ સહજ
વિના યત્ન જે કંઈ આત્મવલણ...

સરકાવતો રહેશે આગળ સતત
લગની લગાડી અનુસરવું બેમત
ખોલતો રહેશે દ્વાર નિરંતર...

સર્વે મળે ત્યાં સ્તર પર
પછી બધું એક ને અણનમ
એક પ્રવાહ ને પણ ગંતવ્ય...

ભાવો વિચારો પરિપેક્ષો કર્મ
ભલે બદલાય! કરી રહો કર્તવ્ય
એક ક્ષણમાં પલટાશે જયાં ક્ષણ બનશે મર્ત્ય...

હોમ સર્વકંઈ ને જગવ લક્ષ્ય ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Ocimum americanum
Holy basil
Significance: Conquering fervor
An ardor which fears no obstacles

Wednesday, 18 March 2020

પ્રકૃતિ ખેલે...


પ્રકૃતિ ખેલે વિશેષ દાવ
ધરા જળ વાયુ સંગાથ
જીવતત્વની કેટલી તાકાત?

મનજીવી જો કરે દાવ
મનઘડંત રીતે અમર્યાદ
પ્રાણતત્વ સંગ અનુચિતકાજ

પ્રકૃતિ ધરે કુદરતી ઉપચાર
સમતોલન લાવવા ને પ્રમાણ
ચોંકાવે થકી અંકુશ દાબ

મનુષ્યને વિકલ્પ જાણ
લાગે સીમિત જ્ઞાન વિજ્ઞાન
નરી દ્રષ્ટિએ દેખે તાંડવ નટરાજ

સન્માન સૃષ્ટિ સમષ્ટિનું મહાન
મોખરે હોવું ને અન્યોન્ય તમામ
સંવાદિતા હોવી સાર્વભૌમ મહીં ને પ્રતિ સર્વાંગ...

પ્રભો... તવ ભૂમિ તવ સામ્રાજ્ય...

માર્ચ ૨૦૨૦


Flower Name: Rosa
Rose
Significance: Balance of the Nature in the Love for the Divine
Passive and active, calm and ardent, sweet and strong, silent and expressed