એવો એક વ્યાપ, જે જુએ સર્વેમાં નકાર
પળ પળ દેખે દેખાડે ને ફેલાવે ફરિયાદ
સઘળેથી નપુસંક બનવો રહ્યો નકાર...
દર વર્તન આવર્તન વિરમે મહીં નકાર
આંતરવલણ તણાઈ જાય ભળી વિકાર
સૂચનેથી નપુસંક બનવો રહ્યો નકાર...
વાતાવરણ બની વિચરતો નકાર
દર આરંભ ને અંત પછી પણ ભારોભાર
પૃષ્ઠભૂમિથી નપુસંક બનવો રહ્યો નકાર...
સાર્વભૌમત્વધારી વિલાસી નકાર
વાત વાણી વર્તનમાં જાણે પ્રવર્તમાન
અધિકારીકતામાં નપુસંક બનવો રહ્યો નકાર...
ભલે! રહે એક અફર પક્ષ નકાર
હશે આવશ્યક પ્રતિ દિવ્ય સમભાવ
લુપ્ત શુષ્ક નપુસંક બનવો રહ્યો નકાર...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness turned towards the Light
It thirsts for Light and cannot live without it.
No comments:
Post a Comment