Monday, 30 March 2020

શું છે તૈયારી?

 

પ્રભુ રચે છે વાલિયો ને વાલ્મિકી
ને વાલિયાને પલટાવે વાલ્મિકી
શું છે તારી તૈયારી?

’નજીવા‘ બીજનું પણ થવું અંકુરિત
વૃક્ષને પણ મળતું ઘટાટોપ રંજિત
શું છે તારી તૈયારી?

અભાન કર્મોની વણથંભી ભારી
‘માંથી સમર્પિત કર્તવ્યોની દિવ્યે ઘડી તારવણી
શું છે તારી તૈયારી?

એક હ્રદયપૂર્ણ અભીપ્સા છેટી
ગ્રાહ્યને જે દેતી રિક્તતા મોકળી સર્વોપરી
શું છે તારી તૈયારી?

નવ નાદ પ્રવાહે વહાવવા જિંદગી
ને નવ ચાસે ઉતારવાં મબલખ લલણી
શું છે તારી તૈયારી?

સર્વ શક્ય પરિવર્તન આ, અહીં
આજ જ જીવન ને જીવતર થકી
શું છે તારી તૈયારી?

પ્રભો...સુણો સાદ ને સ્વીકારો જ્યાં જ્યાં તૈયારી...

તવ ચરણે સમર્પિત...

માર્ચ ૨૦૨૦


Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the Truth
Should exist in all men of goodwill.

No comments:

Post a Comment