Wednesday, 4 March 2020

ફક્ત જોતી રહે!


કે મારા વગર પણ થઈ શકે!
બુદ્ધિને સમજાય, ફક્ત જોતી રહે

તણાવ ભાર ખેંચતાણ, અરે!
કઈ વ્યવસ્થાશક્તિ જે ગોઠવતી રહે?

માતૃચેતના ને ચૈતન્યદિવ્ય સમાવે સંવારે
ને નિત નવીન પળપળ ઘટતું રહે

એક નહીં, હજાર નહીં અગણિતરૂપે
સતત નિયમાધીન જાણે, બસ! બનતું રહે

બુદ્ધિ સાક્ષી તો જરૂર, ભાગીદારેય સાથે 
ને નિરંતર નિર્દેશે એકાગ્રતામય રહે

સર્વ બુદ્ધિવત્ ક્રિયા કાર્યો એમ ઘટે
દેખીતો બાહ્યે બદલાવ પણ બુદ્ધિ સમજી રહે

કે એથીયે ઉચ્ચ સાક્ષાત જે ઉર્ધ્વે
એહ બુદ્ધિ થકી સદાયે, સર્વહિતે પ્રવર્તી રહે...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Lobularia maritima
Sweet Alison, Sweet alyssum
Significance: Goodwill
Modest in appearance, does not make a show but is always ready to be useful

No comments:

Post a Comment