Thursday, 5 March 2020

છોડી દે...થોડું ...


છોડી દે...થોડું સમય પર, શ્રદ્ધાભર
વાજતું ગાતું આવશે, બની સંકેત સતત

ધીરજની હોય એક રીત, પદ્ધતિસર
પાર કરવી રહે, કેળવણી ગણ

જીવન મુલ્યોમાં અગત્યનો ગુણ સમજ
શાણપણ રોપતો પડાવ અનન્ય

જેવી શીખ ને જેટલું ઊંડાણનું ધૈર્ય
એટલી ઊંડી ઊંચી ચેતના ગ્રાહ્ય

સમજ, સંદર્ભિત વલણ ને અમલ
શીખવતા પડાવો મહત્વ

શિરે ચડાવ ને નમી લે અર્થપૂર્ણ
પુષ્ટી કરતાં વૃદ્ધિ શુદ્ધિ સમૃદ્ધ

એળે જતું કશું ક્યાંય...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose of China
Significance: Faith
You flame up and triumph

No comments:

Post a Comment