હે આત્મા! તુજ ખરું સાધન ને પ્રવર્તતું પ્રાવાધાન
મન કાયા પ્રાણ તો ઉછરતાં સંસાધન સમાધાન
ખરું અસ્તિત્વ તો નીરખે તવ થકી જ અપાર
સર્વને સમેટતું, પોષતું થકી સમત્વભરી દરકાર
તવ જોડાણ જે પરમત્વ તણું આગવું ને અજાણ
જેણે પામ્યો સ્પર્શ એ બુદ્ધિ સમજે અમર વ્યાપ
પૂંઠળે સતત જાણે જીવંત મહીં પ્રત્યેક પળ, કાજ
તવથી દર ક્રિયા ને તવથી જ પરમે કર્તવ્ય પરિણામ
ઊંડેથી ને વિસ્તરણ થકી પ્રસરી રહે અબાધ
સમર્પણ-ગ્રહણ પણ તવ થકી જ, જીવી રહે સમ્રાટ
નશ્વર બનતો ઈશ્વર! તવ સ્થાપન જેવું સભાન
સ્થૂળ સુક્ષ્મ સૃષ્ટિ સમષ્ટિ ને બ્રહ્માંડ સર્વાંગ...
અહો પ્રભો...ધન્ય ધન્ય આ બાળ...
માર્ચ ૨૦૨૦
Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-Chuna
Significance: Godhead
Pure and Perfect, puts forth its force in the world
No comments:
Post a Comment