અધીરાઈ એટલે સમર્પણ એટલું બાકાત
કોઈ એક ખાસ પરિણામ પ્રતિ વિચાર
એક અનેક રીતે ઇચ્છવું યેનકેન પ્રકાર
થકી માંગ, ખાસ ફળની અધીરી આશ
કર્તવ્ય હેતુ થવું અગણિત અથાગ વાર
વ્યક્તિગત લક્ષ તો તુરંત થવો માંડવાળ
પરમસંકલ્પમાં હોવો જીવન મૂળઆધાર
વહેળામાં વહેતું એવું વહેણ જે નિરાકાર
સંસાર શિસ્તબદ્ધ વત્તા દિવ્ય સંસ્કાર
સમન્વય-સાયુજ્ય લગોલગ ભારોભાર
જરૂરી જો પ્રયત્ન તો પૂર્ણસમર્પણ બાદ
અંતરેથી ઉગવો એ યત્ન વિનાકર્તાભાવ
પછી બદલાતી વ્યાખ્યા ને કર્મ પ્રકાર
બસ! એહ ચરણેથી એહ કરે એહ કાજ...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Ageratum houstonianum
Floss flower, Pussy-foot
Significance: Vital Patience
Indispensable for all progress.
🙏♥️🙏
ReplyDelete