મૂલાધારે જેવી શ્રી મા વસી
કૃપાવત્ અનર્ગળ જ્યોતિર્મયી
સમગ્ર તંત્રે તાજગી તાજગી
છૂપી બંધિત એ સર્વશક્તિ
સમર્પણ-ગ્રહણ સદંતર થકી
પરમકરણી આચરવા ખોલી
અસ્તિત્વ જાણે માણે દિવાળી
ઝળાહળા ને ચૈતન્યે ઉજળી
પૂર્ણયોગનાં સંસ્કાર પ્રગટાવતી
કંઈક અનન્ય શરૂઆત નવી
અલ્હાદક! ભલે ને અણજાણી
ભરપૂર વિશ્વાસથી સ્વચાલિત
શુભના ન ફક્ત સંકેતો મૂકતી
વાતાવરણને પણ સંગે ઉજાળતી
અહો! પધારી રહો...પરમમાત શ્રી ભગવતી...
વંદન...વંદન...’મોરલી’ સંપૂર્ણ ઝૂમી...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Canna Xgeneralis
Canna lily
Significance: Physical Center
Occupied mainly with material things, it likes to have an ordered life.
No comments:
Post a Comment