Saturday, 21 March 2020

પરમહસ્તેથી ઉતરવો...


એક જ નિયમન જે  એક એકધાર
પરમહસ્તેથી ઉતરવો ઉર્ધ્વપ્રવાહ

એ જ દર ગતિનું ઉદ્-ભવ સ્થાન
એથી જ દર પ્રક્રિયા શક્ય સમાપ્ત

માર્ગદર્શન નિર્વહન કે નિર્માણ
પ્રત્યેકની જે જે જરૂરી સંધિસમાસ

અવતરણ જ વાહક ને આહવાન
સક્રિયતંતુ સ્ત્રોત સાધે પરમજોડાણ

બસ! એક અસીમ નિતાંત શાંત
અહીંથી મળવું સ્થિર રિક્ત ગ્રાહ્ય

સ્થાયી થવા તત્પર સ્વસ્થ સભાન
આ વ્યવસ્થામાં સંપૂર્ણ ગરકાવ

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Pachystachys coccinea
Cardinal’s guard
Significance: Aspiration for Supramental Guidance in the Subconscient
Intense need for order, light and knowledge in the subconscient penumbra

No comments:

Post a Comment