જડતાને દેખાડે પરમ, જડત્વની જડતા
સ્તરથી અદકેરી ને કેવી છે એ સત્તા!
જડતાને ખંખેરવા જરૂરી સભાન સમતા
ને સમત્વ ધરી ઉતરે સાક્ષાત્ મહાકાલકા
જડતાને દેખાડે એનાં જ વરવાં મહોરાં
ને એ ચીટકેલું રૂપ નોંતરે છે પરિણામ કેવાં!
ઊંડે બેઠેલી ન મચકતી એ બેદરકારિતા
વગર કારણે પકડી રાખતી જૂની રીતસંજ્ઞા
અહં કરતાં ય વધુ નુકસાનકારક ને અભાનતા
આ તો ડર! ને ડરની જ પ્રભુત્વ પ્રભાવના
ન સમજ ન સમજવાની વૃત્તિ કે દરકારભાવના
મહાકાળી કરુણા ધરી ધરે અરીસો ને ભૂસાવે પડછાયા...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Clerodendrum L.sp.
Significance: Divine Will acting in the Inconscient
Is all powerful even when we are not aware of it.
No comments:
Post a Comment