ઉંમર વધવાથી ઉંમર કયાં વધે
વધે ગણતર થકી જ શાણ
શરીરવય દર વર્ષે વધતી રહે
એ તો ભૌતિક માપદંડ ફરજિયાત
વ્યક્તિએ ખુદની માપવી રહે
અનુભવી ડહાપણ થકી સભાન
ખુલ્લી આંખે ચકાસી જીવવું રહે
જાગૃતિમાં સમાધાન ને દરકાર
વયસ્ક કે શિશુ સહુ સંગે
રહેવો સર્વપક્ષે મનમેળ ને મેળાપ
ન અદલબદલ ને પ્રભાવ અંકુશ લગીરે
પણ સન્માનનીય ને છતાં પોતીકો શ્વાસ
ઉંમર ગણીને પિંજર ઘડે
એ ન ઉચિત પ્રતિ વર્તમાન કાળ
ઉંમરે ઉંમરે ઘડાતો તપતો નમતો રહે
એ જીવ નિરંતરી ને જીવન થકી શાશ્વતનો વારસદાર..
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Albizia lebbeck
Siris tree, Woman’s tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine
No comments:
Post a Comment