કેટકેટલો જડત્વનો શિકાર
ને માનવી સાવ અજાણ
મૂઢમય ને વૃત્તિ ન રતિભર વિકાસ
કેટલી જડાયેલી ને બંધિયાર
માન્યતા ફક્ત કે ‘આ પ્રમાણે જ આમ’!
નર્યો દુર્ગંધભર્યો આધ્યાત્મવાદ
ઘા ને ટુકડામાં પનભતો ઓડકાર
સમીકરણો ને ઘડતને માણતો ભાવ
એક હથોડા છેટો એ સ્વર્ણિમ દ્વાર
ને ‘ધડામ’ ખુલશે અચૂક સતપ્રસાદ
અગણિત અવર્ણનીય ને અસંખ્યો પ્રવાહ
વહેતા ફરી વળશે ને પલટાશે રીતવિધાન...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Kigelia africna
Sausage tree
Significance: First Response of the Inconscient to the Divine Force
The first step towards transformation
No comments:
Post a Comment