Sunday, 8 March 2020

વારસામાં...જા, ...


સસ્મિત શ્રીમા કહે,

વારસામાં...જા, સર્વ બ્રહ્માંડ દીધું
લક્ષ્મી સરસ્વતીનું મહાસ્વરૂપ દીધું
મહેશ્વરી મહાકાલીનું મૂળભુત દીધું
જા, અખિલનું અલ્હાદ દીધું

વારસામાં...ગોચર અગોચર દીધું
વાક વાણીનું પરમ વાવેતર દીધું
સમૃદ્ધિનું પાક શુદ્ધ સાર્વભૌમ દીધું
જા, ભૂમિ આભનું સાયુજ્ય દીધું

વારસામાં...ચડતીનું ચઢાણ દીધું
ધરાનું સમર્પણે સામ્રાજ્ય દીધું
શાંતિમાં મ્હાલતું મતિપ્રમાણ દીધું
જા, પ્રેરણાત્મક અધ્યાત્મ દીધું

ને શ્રીમા ઉદ્-ગાર વહાવતી રહી...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius. Pincushion flower, Egyptian rose
Significance: Blessings 
Pure and innumerable, manifesting themselves infinitely.

No comments:

Post a Comment