નાસિકા સમાવી ઉતરવું રહે ધ્યાન
સમગ્ર સપાટી આવરતું લગી પાદ
ઉર્ધ્વેથી ઉતરીને એક એક પડાવ
દેહ મહીં, ભરવા એકોએક તૈયાર
જેમ જેમ રિક્તતા સઘન ને શાંત
ભરાતું એ ઉતરતું પ્રવાહમય વિશાળ
દિવ્ય તણું બધું જ, પછી સંવેદન સંવાદ
સંબંધ સાથ સત્કાર કે સમર્પણ સભાન
ફક્ત મતિ સદંતર સાધન ને સજાગ
પુરેપુરું આદેશમય, ન રતિભર બેધ્યાન
બાહ્ય ગતિવિધીની કેળવણી ને રીતભાત
જાળવી વધતું રહે, પ્રસ્તુત રહે ઊંડે ને આરપાર...
પ્રભો, પશ્યાત સર્વકંઈ તવ હસ્તક ને
અહો અલ્હાદ!
માર્ચ ૨૦૨૦
Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.
No comments:
Post a Comment