Thursday, 12 March 2020

જાણવો રહેયો...પ્રેમ...



દેહને જાણવો રહયો દેહવિહીન પ્રેમ
ભાવાતીત મનસાતીત પ્રભાવવિહીન પ્રેમ

અનુકંપા સંવાદીત શુદ્ધ પાક ઉષ્ણ પ્રેમ
પ્રેમથી પાંગરતો ને છલકાવતો તટસ્થ પ્રેમ

બાંધ, બાધ, બાધા તણી શરતો વિહીન પ્રેમ
સ્થાયી સમત્વમાં લેતીદેતી પણ ફક્ત પ્રેમ

સ્વીકાર સહકારથી વધતો વધાવતો પ્રેમ
અંતર વગરનાં અવકાશમાં ઉછરતો પ્રેમ

સાંગોપાંગ છતાં સ્વવિકાસને પ્રેરતો પ્રેમ
ઐક્ય એકમ ને આધારવૃદ્ધિ પોષતો પ્રેમ

અહો! હો વ્યાખ્યાવાંશિક પરિઘવાસી પ્રેમ
કે હો અધિકાર સ્થાપિત અહંનિરાશ્રિત પ્રેમ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Rosa
Rose
Significance: Human passions changed into love for the Divine
May they become a real fact, and their abundance will save the world

No comments:

Post a Comment