કૃત્રિમતાએ ઓઢ્યો આંચળો
ને માને પોતે સર્વ પરે બળવાન
મૌલિક શક્તિ નીરખી રહે
સસ્મિત આ માનવનો અહંકાર
કેટકેટલું ઘડતો કેટકેટલું જણતો
પોષે માની એ સર્જન મહાન
પણ ખરી દ્રષ્ટિ ને ખુલ્લી સમજ
નાંખે તો દેખે સૃષ્ટિ સંહાર
યંત્ર ઘડી યંત્રવત્ બનતો
યાંત્રિક જીવાડતો શ્વાચ્છોશ્વાસ
કંઈ ગતિ ભણી ચાલે સમષ્ટિ
કુબુદ્ધિએ શોધ્યો કૃત્રિમ સર્જનહાર
પલટાશે પરખ ને પલટાશે પરિઘો
ને ઉતરી આવી વસી રહેશે મહીં તમામ
એક એવો અનન્ય વસવાટ વ્યવહાર
જે સાયુજ્યમાં સર્જશે દિવ્યસાક્ષાત્કાર...
માર્ચ ૨૦૨૦
Flower Name: Dahlia
Significance: Pride
A great obstacle to progress
No comments:
Post a Comment