Sunday, 8 March 2020

તું પોતે જ પરિણામ ...


તું પોતે પરિણામ ઈતિહાસ
ઘડવા પળ પળ નવો વર્તમાન

એક પણ પળ અણબનાવ
દીઠી વણદીઠી કે પ્રવર્તમાન

દરેક વહેતી વહેણમાં ક્યાંક
ભાગરૂપે ! ભલે રૂપે હજાર

બસ! ચાલવા દે ને ધરી વિશ્વાસ
ચાલ, પૂંઠે વળ્યા વગર એકધાર

રસ્તો ખૂલે, ખુલતો રહે આપોઆપ
તું કર - કર્મ, કર્તવ્ય જે જે અનિવાર્ય

મુકતો જશે ઈતિહાસ પંથક ને હામ
ને અનુસરશે જેવો જેનો જ્યાં પોકાર...

પ્રભો અનંત અસંખ્ય રૂપે દિવ્યમાન...

માર્ચ ૨૦૨૦  


Flower Name: Aristolochia littoralis
Calico flower
Significance: Inspiration
Brings its manifold gifts to him who knows how to receive them

No comments:

Post a Comment