વિનિમય રોકવા એક ઉપાય
પરમઅંશ સર્વેમાં છૂપો જાણ
જોવી દરેકમાં દિવ્યની છાપ
અણદીઠી! પણ છૂપી ક્યાંક
દર વ્યવહારમાં પરમ માણ
ને સંવાદમાં એજ ઉદ્-ભવસ્થાન
આવાજાહી પણ એહથી જ તમામ
એ થકી જ શક્ય સધળી જા-આવ
ન કોઈ લેવાદેવા કોઈનેય કશામાંય
ન કોઈ ભૂમિકા મન મતિ પ્રાણ
દરેકને ભાગે દરેકનું ઉદ્દાત
જે જે જરૂરી જે જે જ્યારે જ્યાં
બાકી, સમગ્ર તો એક જ આવિર્ભાવ
વિવિધતામાં પ્રખર ને પ્રગટ છતાં...
મનુષ્યોએ રહેવું વિના અરસપરસ પ્રભાવ...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Heliotropium arborescens
Heliotrope, Cherry-pie
Significance: Vital Consecration
Delightfully modest and fragrant, it smiles at life without wanting to draw attention to itself.
No comments:
Post a Comment