કોઈપણ એક રસ્તો પકડ
લઈ ચાલશે એ મુકામ તરફ
બસ! ડટી રહેવું ત્યાં જ, અડગ!
ધ્યાન જ્ઞાન કર્મ કે ભક્તિ પથ
જે તરત ને જે તરફ ઝુકાવ સહજ
વિના યત્ન જે કંઈ આત્મવલણ...
સરકાવતો રહેશે આગળ સતત
લગની લગાડી અનુસરવું બેમત
ખોલતો રહેશે એ જ દ્વાર નિરંતર...
સર્વે મળે ત્યાં એ સ્તર પર
પછી બધું જ એક ને અણનમ
એક જ પ્રવાહ ને એ પણ ગંતવ્ય...
ભાવો વિચારો પરિપેક્ષો કર્મ
ભલે બદલાય! કરી રહો કર્તવ્ય
એક ક્ષણમાં પલટાશે જયાં ક્ષણ બનશે મર્ત્ય...
હોમ સર્વકંઈ ને જગવ લક્ષ્ય ...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Ocimum americanum
Holy basil
Significance: Conquering fervor
An ardor which fears no obstacles
No comments:
Post a Comment