સમજી જા ઓ માનવ! તું ફક્ત હથિયાર!
તારો જ બને છે તું ભોગ ને વિપરીત માર્ગ
શક્તિપ્રવાહો અગણ્ય ને તું માત્ર પાત્ર
સમજી જા, સમર્પણમાં વીતાવ જીવન તમામ
ઉગવા દે સત્યપરમનાં અંકુરમય ઉદ્યાન
અટકી જા, જો મધ્યે આકર્ષે લોભાવતાં વળાંક
તાણી જશે પ્રવાહો આમતેમ ક્યાંક ક્યાંક
જરા, થોભીને જો! સંધાન માંડ, ત્યાં જ ઉઘાડ
નહીં તો સંહાર જ રહેશે અફર પર્યાય
પ્રકૃતિની પરે જીવ, પણ દોસ્તી રાખ
અરસપરસની ડખલગીરી વગર સાથસહકાર
જરૂરી અહીં, ઓ પૃથ્વીજીવી! સમજીને જન્મ પતાવ...
પ્રભો...સક્રિય માર્ગદર્શક માનવજાત કાજ...
માર્ચ ૨૦૨૦
Flower Name: Gaillardia pulchella
Indian blanket, Blanket flower, Fire-wheels
Significance: Successful future under the Supramental influence
No comments:
Post a Comment