Friday, 6 March 2020

હકીકત એ ...


હકીકત કે શ્રી મા હાજરાહજૂર
પળ પળ નિરખતી રક્ષતી જાગૃત

ભલે ઇન્દ્રિયદ્રષ્ટિ કે મતિને સબૂત
અમીકૃપા નિરંતર માર્ગદર્શક અચૂક

કાશ! જાણી શકે કણબુદ્ધિ, અમૂલ
આશીર્વાદ ને પ્રસાદી જીવકૃત

અહોભાગ્ય જીવી શકે સમગ્ર જીવકુળ
અરે! કહું કે સઘળું સર્વ તદ્યપિ સમૃદ્ધ

સહસ્મિત વિચરી રહે સદા સર્વદા આકૃત
અનુકંપા સૌંદર્ય શાંતિ સંવાદિતા પજ્ઞા ભરપૂર

અહો વ્હાલાં શ્રી મા! અહીંથી કૃતજ્ઞ ને અભિભૂત

પ્રભો...

માર્ચ ૨૦૨૦  


Flower Name: Michelia alba
Champaca, Fragrant champaca
Significance: Divine Smile
We can contemplate the smiles of the Divine when we have conquered our ego

No comments:

Post a Comment