Wednesday, 9 July 2014

આ જીવન બને પ્રસાદ!

જીવન બને પ્રસાદ!
જ્યાં તું એક મજબૂત ટેકાદાર!
જ્યાં તારું હોવું પળપળ પ્રગાઢ!

પળેપ્રસંગેસંજોગેજરૂરે
તારી શક્તિમાં ઓગળે સર્વ વિપરીત પરિણામ!...
ને આ જીવન બને પ્રસાદ!

પળે ઘડીએ એકસૂર થતો, આ જણ, સાથે સંઘ ને બહોળો સમુદાય!
તમ તંતુ પકડે ને સોંપે પોતપોતાનું જીવન સુકાન
ને આ જીવન બને પ્રસાદ!

મોરલી અશ્રુધારમાં, શ્રીમા સમર્પિત, સંમિલીત,
પળ પળ લાગે, સહુ જીવ-નિર્જીવ, પ્રભુ પ્રતિબિંબ!
ને આ જીવન બને પ્રસાદ!


-         મોરલી પંડ્યા
જુલાઈ , ૨૦૧૪


No comments:

Post a Comment