Wednesday, 16 July 2014

એને કેટલો મૂલવશો?



આ તો આત્માનો સત્યપ્રકાશ છે
એને સ્થૂળસમજ સાથે કેટલો તપાસશો?

આ તો સદીઓથી કેળવાયેલો ને સંચિત થતો છે
એને મનબારીમાંથી કેટલો ચકાસશો?

આ તો જન્મોજનમથી મંજાતો ને ઊજળિયાતો છે
એને પ્રાણતાપથી કેટલો તપાવશો?

આ તો ભેટ છે પ્રભુ-માની, તો આ છેડો ઝગમગતો છે મોરલી’!
એટલે જ તો આ જીવનકર્મ છે ને એ થકી જ આ પથપ્રકાશ!
તો પરમસત્યરાહ ક્યાંથી છેટી રખાવશો?


-         મોરલી પંડ્યા
જુલાઈ ૧, ૨૦૧૪


No comments:

Post a Comment