Wednesday, 2 July 2014

મા…શું કહું?

માશું કહું?
શું શું અનુભવી રહું હું?

ક્ષણો!... માજીવાઈ રહી છે! ! !
તારી જ આપેલી બધી! તારા જ સાનિધ્યમાં! જીવાતી અનુભવી રહું હું
નાની નાની ઘડીઓમાં, ઘટનાઓ કે દાયકાઓ જીવાતાં, અનુભવી રહું હું

તીવ્રતમ ભાવ, ભાન ને ભીનાશમાં જીવાતાં, અનુભવી રહું હું
અસંખ્ય સ્મરણો! જે મનુષ્ય-મર્યાદાને અતિક્રમીને જીવાયાં, અનુભવી રહું હું
ઘડી-એ-ઘડીજાણે તેં જ બંધબેસતી, સાંગોપાંગ મૂકી આપી, અનુભવી રહું હું

શું આ અસ્તિત્વનાં- મન, બુદ્ધિ, હ્રદય, પ્રાણ, તન, આ-તે! શું બધાં જ એ ચોકઠાંમાં, મા?
એ ચકાસણીને એનાં પછી શું કરી શકે આ ગ્રહણકર્તા, મોરલી’?
બસ! સાષ્ટાંગદંડવત!...બે ખુલ્લી હથેળીઓ!...સહ-અશ્રુધાર!...

બસ!
આભારઆભારઆભાર


-         મોરલી પંડ્યા
જુલાઈ , ૨૦૧૪

No comments:

Post a Comment