તું ‘મા’નો હાથ પકડી લે,
પંખી બનીને બાકીનું આકાશ ઊડી લે…
ન સમજાતા આ દુન્યવી
સમીકરણો છોડી,
પકડેલો હાથ વધુ
મજબૂત પકડી લે…
બાહુઓ અશક્ત લાગે તો શું,
જાતમાંથી નીકળી એનાં ચરણોમાં ઝૂકી લે…
લેશે એ સુકાન ને
દેશે એ દિશાદર્શન,
હાથ સાથે એનાં પગ
પણ પકડી લે…
આમ અધવચ્ચે વિખુટો ભટકે,
એ કરતાં ‘મા’માં તારાં
‘હું’ને ભેળવી
લે…
ને બાકીનું આકાશ
આ મુક્ત વિહંગની પાંખોમાં ભરી લે,
ને ‘મોરલી’ આ રચના-અર્પણ
સાથે લે...નમી લે …
-
મોરલી પંડ્યા
જુલાઈ ૨૫,
૨૦૧૪
No comments:
Post a Comment