આ શિશુ હાથ પસારે!
મા, તારો જ
અંશ તને પોકારે!
લે મા, આ તો લપાઈને
માણે તારો ખોળો!
મમતા, કરુણા ભર્યો
હુંફાળો પહોળો!
બેસે તારી સોડમાં નિશ્ચિંત!
આ બાળ-આત્મા લે, તેં શીખવી, શીખ!
તારા ચરણોમાં બાળસહજ વીંટળાય એ નિસદિન!
તું તેડે, ઊંચકે ને
પામે એ આ અમૂલ્ય ‘મોરલી’ કૃપા-હેત
નિશા-દિન…
-
મોરલી પંડ્યા
જુલાઈ ૭, ૨૦૧૪
No comments:
Post a Comment