પ્રેમ છે - સજીવનું
હોવું,
પ્રેમ છે - નિર્જીવથી છેટું,
પ્રેમ છે - જીવનની આશ,
પ્રેમ છે - સ્વર્ગથી અપાર,
પ્રેમ છે - હર-કોઈને કાજ,
પ્રેમ છે - હર-એકની સાથ,
પ્રેમ છે - ઈનકાર-એકરાર,
પ્રેમ છે - તકરાર-અહેસાસ,
પ્રેમ છે - આંખોની વાત,
પ્રેમ છે - સ્પર્શની વાટ,
પ્રેમ છે - લાગણીનું ધામ,
પ્રેમ છે - જીવનનું નામ…
- મોરલી મુનશી
મે ૫, ૧૯૮૮
No comments:
Post a Comment