Tuesday, 22 July 2014

હવે, તો...

હવે, તો ગુંગળામણની બહાર છીએ
સમાજિક આટાપાટાની પેલે પાર છીએ
વ્યવહારનાં વાવાઝોડામાં થયાં ધારદાર છીએ
સંકૂચિત માનસ ને વલણોને ખૂંપીને નીકળ્યા આરપાર છીએ
જીવ- જનમ, જાત-જીવન શું? - ની ભૂમિકા ને ભેદરેખા સમજતાં થયાં છીએ
એને આ સ્વરૂપમાં રમતાં - નિરીક્ષક થઈને જોતાં થયાં છીએ
પ્રભુ હાજરીમાં છલોછલ! ભરાંતાં થયાં છીએ
મોરલી શેષ શું હવે?, જ્યાં આભારમાં ઊઠતાં થયાં છીએ!

-         મોરલી પંડ્યા
જુલાઈ ૨૨, ૨૦૧૪


No comments:

Post a Comment