મન ક્યારીમાં કૂંપળ ફૂટે ભક્તિ કેરી,
છોડ ઊગે જોતજોતામાં પ્રભુ પ્રેમનો વિશ્વાસ બની…
પાન આચ્છાદિત શિખાઓમાં, જોમ-ઊર્જા
બને અહોભાવ તણી,
પુષ્પો સુગંદિત,
રંગબેરંગી ઝૂમખાં લહેરે, સમતાનાં જળ સીંચાવ થકી…
ફળ શાંતિનું ઊગે,
કરુણા માવજત થકી,
ને એનો રેષે-રેષો મીઠાશ, સોડમથી મહેકતો હ્રદય મહી,
ચેતના શીજ્યું બીજ કેન્દ્રિત, સદાય જીવંત,
ઊર્મિ-વિશ્વમાં ફૂટવાં
તત્પર, અંકુરિત!
આકર્ષે સર્વેને સમીપ, પ્રભુ પણ ખેંચાય ને બને વ્યાકુળ!
એ ભક્તનો ‘મોરલી’ સ્વીકાર
કરવા ઉત્સુક બની…
-
મોરલી પંડ્યા
જુલાઈ ૪,
૨૦૧૪
No comments:
Post a Comment