Sunday, 27 July 2014

આ કૃપા...

ક્ષણ ક્ષણમાં રહેલી, અવતરતી કૃપા!
ન સમજાતો આરંભ, ન દેખાતો અંત એવી આ કૃપા!
શું સમજાય...કે કશું ક્યાં ઊકલેછતાં વરતાય એ કૃપા!
બસ! અવિરત પ્રવાહ, સ્વરૂપ ભીંજવે અસ્ખલિત, એ કૃપા!
કાર્ય, ક્રિયા, કર્મ, કરણ, કર્તા - ક્યાં ક્યાં...શેમાં શેમાં- કળવી અઘરી એ કૃપા!
સીંચતો, રેલાતો, મહેકતો દરિયો એ કૃપા!
મોરલી નિમગ્ન! નિઃશેષમહીં! શિરોધાર્ય એ કૃપા!

-         મોરલી પંડ્યા

જુલાઈ ૨૭, ૨૦૧૪

No comments:

Post a Comment