કારણ કે;
અસ્તિત્વ છે, એ પ્રકાશનું…
પૃષ્ઠભૂમિ છે, એ ઝળહળતાં કિરણોની…
આજુબાજુની દુનિયા છે, એ તેજ લિસોટાની…
પરીઘનો આકાર છે,
એ પ્રજવળતી જ્યોતનાં…
હોવાનું પાસું છે, એ ઊજળા અંતરનું…
માપવાનું બહાનું છે, એ સૌંદર્યની ચમકનું…
રાતવાસો છે, એ સત્યશોધનું
ઠેકાણું મેળવવાનો…
પચાવવાનું સાધન છે, એ શાંતિસભર સ્વરૂપને…
દિવાદાંડી છે,
એ પ્રભુના જે-તે મનુષ્ય-ભક્ત સ્વીકારની…
મનુષ્યક્ષમતાનું જમાપાસું છે, એની ઓળખ પામવી…
પથદર્શક છે, એ પ્રભુ
ચીંધ્યો…
પ્રભુસંગનો પ્રકાશ છે, એ મનુષ્ય-આત્માનો મિત્ર બનતો…
સ્વરૂપ જ છે ‘મોરલી’, એ પ્રભુપ્રકાશનું, પ્રભુનું!
-
મોરલી પંડ્યા
જુલાઈ ૧૯,
૨૦૧૪
No comments:
Post a Comment