નમ્રતા તો માની કૃપા કલગી!
મા-ચરણોમાં જે નમવા સક્ષમ, એને માથે
બિરાજતી…
સંસ્કાર-ટેવથી ક્યાંય આગળ,
સાતત્ય સાથે વિતરણમાં સોહતી…
ઊર્ધ્વિગમન સાથે સ્થૂળમાં સતત સંધાન!
વિનમ્રતાને ટેકે નિત્ય એ દ્વિકર્મો જોડતી…
અનુભૂતિમય સદંતર વિશ્વ,
છતાં વિનય-આચરણમાં બાંધતી…
આમ પણ ‘મોરલી’, એની કૃપાળુ ચરણરજ જેને
માથે,
એને કશાંમાં ક્યાં વાંમણું કે નાનમ લાગવાની?
-
મોરલી પંડ્યા
જુલાઈ ૧૩, ૨૦૧૪
No comments:
Post a Comment