Monday, 14 May 2018

અરજને સમજ ...


સાક્ષાત્કારનો ઉદગાર સમજ
એની પૂંઠેનો ભાવ સમજ
એ અહંગતિ છે કે સેતુ અરજ?
અંદરનો છાનો અવાજ સમજ.

કામનાનો અણસાર સમજ
કે મહત્વકાંક્ષાનો પર્યાય! સમજ.
એ દંભ છે કે આત્મન અરજ?
પ્રાથમિક ઉદભવ સ્થાન સમજ.

અહંકારની એમાં ભૂમિકા સમજ
ને નિયતની ખોડખાંપણ સમજ
એ ઈચ્છાપૂર્તિ છે કે ભવોની અરજ?
સાચી ખોજનો સ્ત્રોત સમજ.

ઉદ્દેશ સ્પષ્ટ ને ચડાણ સમજ
પ્રત્યેકનો અનન્ય ઉઘાડ સમજ
એ કલ્પનાચિત્ર કે શ્રદ્ધામૂળથી અરજ?
તૈયારી ને અંતર તાકાત સમજ.

જિજ્ઞાસા ને અધીરાઈ સમજ
તીતિક્ષાની ગહેરાઈ સમજ
એ ફળપ્રાપ્તિ કે નિર્લેપ અરજ?
ધૈર્ય, તૃષાતુરની તીવ્રતા સમજ.

સમજ ... સમજ ... સમજ ...
નહીં તો ધન્યવાદની સતતા સમજ
ને ગળાબૂડ ધન્યતાની મૂક અરજ.
સાક્ષાત્કારનો ઉદગાર સમજ...

પ્રભુ! ધન્ય ...

સાદર...આભાર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧૮


Realisation is ... when something for which you are aspiring becomes real to you; e.g. you have the idea of the Divine in all, but it is only an idea, a belief; when you feel or see the Divine in all, it becomes a realisation.

In a more deep and spiritual sense a concrete realisation is that which makes the thing realised more real, dynamic, intimately present to the consciousness than any physical thing can be.

Realisations are the reception in the consciousness and the establishment there of the fundamental truths of the Divine, of the Higher or Divine Nature, of the world-consciousness and the play of its forces, of one's own self and real nature and the inner nature of things, the power of these things growing in one till they are a part of one's inner life and existence, - as for instance, the realisation of the Divine Presence, the descent and settling of the higher Peace, Light, Force, Ananda in the conscious- ness, their workings there, the realisation of the divine or spiritual love, . . . the clear perception of the relation of all these things to our present inferior nature and their action on it to change that lower nature. SA


Flower Name: Delonix regia
Flamboyant, Peacock flower, Flame tree, Royal poinciana
Significance: Realisation
The goal of our efforts.

No comments:

Post a Comment