વિશાળતાને ન કોર ન ધાર
અસીમ અવિરત અફાટ!
વિશાળતાને ન ઘાટ ન ઘડાવ
અનંતે ભળવા આતુર પસાર...
વિશાળતાને ન પ્રકાર ન ફાટ
તત્વઅસ્તિત્વ અનેરું અગાઢ.
વિશાળતાને ન વધઘટનું બાંધ
સરળ સહજ વિસ્તરણ સ્વભાવ.
વિશાળતાને ન ક્યારી ન પ્યાસ
શાંત સ્થિત સમવિષ્ટ સ્વીકાર...
વિશાળતા અનંતને જોડતો પસાર છે અને એટલે જ એમાં વિધીવત સ્વીકાર છે.
એ પોતે જ પોતાનું ખેંચાણ છે. ખેંચાખેંચ વગર હળવે હળવે વધતો ફેલાવ છે.
પ્રભાવોથી પરે, સ્વયંનો એવો સ્વભાવ છે કે સ્પર્શતું સર્વ કંઈ અંગીકાર છે, ને વધુ વિશાળતા તરફનું પ્રયાણ છે.
એ ઘાટ, આકાર, ઊંડાણ ને ખોલી નાંખતો અહેસાસ છે અને પછી બંધનો ઘેરી લેતો, એની ફરતે ફરી વળતો ઓગાળ છે.
શાશ્વતને બાથ ભરવા દોડતો નિરંતરનો પ્રભાવશાળી પ્રયાસ છે...
ખરું પ્રભુ!
No comments:
Post a Comment