Tuesday, 22 May 2018

ચેતનાને ક્યાં ...


ચેતનાને ક્યાં દિવાલ, 
ઘાટ, ઘૂંટ કે હોય ઘટાવ?
ઉર્ધ્વતમ શિખરો ઉદ્ભવસ્થાન.

નીરસમ સરકતો પ્રવાહ
ભરતી, ઓટ, રેતાળ કે રિસાવ!
જેવો જે તે પાત્રનો પડાવ.

આવી મળે યોગ્ય પ્રમાણ
અભીપ્સા એને આમંત્રણ સમાન
ભીતરનો પોકાર સૂચક નિશાન.

મનુષ્યે સમજવું રહ્યું, સભાન.
કોને આવકાર ને સતર્ક જાકાર,
મતિ-દેહ-આત્માને સંગાથ.

ખરો પારખુ ચૈત્ય દિવ્યાંશ
પૂંઠળ એને, ચૈતન્ય ને ચિત્તશાંત
એ રચી શકે ચેતનાની દિવાલ...

વાહ પ્રભુ...


ચેતનાનું પોતાનું કોઈ રૂપ નથી પણ એને યોગ્ય રીતે વાળવામાં આવે તો એ જે તે પાત્ર બની શકે. 

એ માટે એનાં સ્વામી થવું પડે.
અભીપ્સા દ્વારા સ્થાપિત કરવી પડે.
એનાં દ્વારા દિવ્યકાર્યોને પૂર્ણતા આપી શકાય.

વાત છે,
સભાનપણે, સજાગ થઈને એની પસંદગી થવી...આંતરિક વલણમાં હજી ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ દેખા દેતી હશે તો આવકાર એ મિશ્રણને મળશે.

અંદરથી તરત કંઈક, પ્રવાહનાં એ ભાગને પકડી લેશે અને છોડી નહીં શકે...

અને, એટલે જ,
પૂર્ણયોગ ચૈત્યહાજરીને પ્રાધાન્ય આપે છે. સાચો પ્રકાશ અને સાચી ચેતનાની ઓળખ અહીં જ થઈ શકે છે.

બાકી પ્રકૃતિ મન અને પ્રાણ તત્વોને સાધન બનાવી સર્વ કંઈક યોગ્ય લગાડવા સક્રિયપણે કાર્યરત હોય જ છે.

પ્રભુની ચેતના પર આધિપત્ય એટલે પ્રભુની જીત...

આભાર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧૮


Consciousness is a fundamental thing, the fundamental thing in existence — it is the energy, the motion, the movement of consciousness that creates the universe and all that is in it - not only the macrocosm but the microcosm is nothing but consciousness arranging itself.


Consciousness is made up of two elements, awareness of self and things and forces and conscious-power. Awareness is the first thing necessary, you have to be aware of things in the right consciousness, in the right way, seeing them in their truth; but awareness by itself is not enough. There must be a Will and a Force that make the consciousness effective. SA



The only thing that is truly effective is the change of consciousness; it is inner liberation through a close and constant union, absolute and inevitable, with the vibration of the supramental forces. The preoccupation of every second, the will of all the elements of the being, the aspiration of the whole being, including all the cells of the body, is this union with the supramental forces, the divine forces. And there is no longer any need at all to be concerned with what the consequences will be. What has to be in the play of the universal forces and their manifestation will be, quite naturally, spontaneously, automatically; there is no need to be concerned about it. The only thing that matters is the constant, total, complete contact - constant, yes, constant — with the Force, the Light, the Truth, the Power, and that ineffable delight of the supramental consciousness. TM

Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness turned towards the Supramental Light
It thirsts for truth and will find its satisfaction only in the truth.

No comments:

Post a Comment