Saturday, 26 May 2018

પ્રતિકુળને છે પ્રવેશ નિષેધ.


મારે તો 'મા' બેઠી છે બારણે
અવરજવર હો ટાણે-કટાણે
ન પ્રવેશે, વિના એને ટકોરે.

આવનજાવન બાહ્ય કે ભીતરે
પફેરો એનો, તપાસે પ્રત્યેક
પ્રતિકુળને છે પ્રવેશ નિષેધ.

ઊપરીવલણને અસમાવેશ
કૃત્રિમ, ઉશ્કેરી, અશાંત એકેય
વ્યર્થ ઉદ્દિપકોને ન ભાવ શેષ.

સત્ય આંતરિક ને અંદરુની સત્યે
આવકાર્ય કોઈપણ એવા વિશેષ
વહેતાં પ્રવાહો પછી 'મા'ને નિર્દેશ.

દિવ્યમા - પ્રભુને ખોળે...


દિવ્યશક્તિનું અવતરણ એનું રક્ષણ લઈને આવે છે.

એવી ગોઠવણ કરે છે કે જેમાં કશું જ વ્યય ન જાય. ઊતરતી પ્રત્યેક ચેતના સેર લક્ષિત હોય છે. એનો દુરુપયોગ તો શક્ય જ નથી.

જ્યારે ઝીલનાર સમર્થ બંને છે, પાક્કો અભીપ્સુ અને સંપૂર્ણતામાં સમર્પિત - ત્યાર પછી જ તો એને અવતરણ યોગ્ય ગણાવી શકાય છે.

દિવ્યશક્તિ પછી તો પહેરેદાર હોય છે. અયોગ્ય ઘડીકમાં ખરી પડે છે કહો કે સ્પર્શતું નથી. હા, નોંધાય જરૂર... જેથી બુદ્ધિ સમજી શકે કે "આ આવ્યું, અને હવે, જતું પણ રહ્યું!"
નોંધણી પૂરતી જ હાજરી!

પણ જો કોઈ કાર્યલક્ષી અને જરૂરી - ભાવ, વિચાર કે સ્ફૂરણ હોય તો સોંપાઈ જાય છે એ, જે તે કાર્ય માટે...જેના ભાગનું હોય છે ત્યાં, કારણ થવાનું કાર્ય તો પૂર્ણ થવું જ રહ્યું...

વિતરણવિધી હોય છે...
મન, પ્રાણ, મતિ, દેહ - દરેક કોષ જગત, જે એ દેહસ્વરૂપમાં બંધાયું હોય છે એ દરેકને પ્રવેશદ્વારે એની જ સક્રિય હાજરી...

બધું જ એ શક્તિ હસ્તક...

વંદન એ દિવ્યપ્રવાહને...

આભાર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧૮

Flower Name: Lagerstroemia indica
Crape myrtle, Crepe flower
Significance: Intimacy with the Divine
Complete surrender to the Divine and total receptivity to His influence are the conditions for this intimacy.
Intimacy with the Divine in the Psychic
The natural state of the fully developed Psychic.
Intimacy with the Divine in the Vital
Only a pure calm and desire less vital can hope to enter this marvelous state.
Intimacy with the Divine in the Physical
Is possible only for him who lives exclusively by the Divine and for the Divine.
Integral Intimacy with the Divine
The whole being vibrates only to the Divine touch.

No comments:

Post a Comment