Tuesday, 1 May 2018

સહેજ હઠીને અંદર નિરખવું ...


સહેજ હઠીને અંદર નિરખવું
નાનું નગુણું શું કૂદાકદ કરતું
કે સૂનમૂન કશુંક દેખાડો કરતું
કામનાનું સામ્રાજ્ય થયું છતું...

સહેજ હઠીને અંદર નિરખવું
હડસેલો તોપણ મચક ન મૂકતું
પોતાનું હોવું પ્રસ્થાપિત કરતું
અહંકારનું સામ્રાજ્ય થયું છતું...

સહેજ હઠીને અંદર નિરખવું
વિપક્ષને પ્રોત્સાહન આપતું
શ્રદ્ધા અડગમાં શંકા પેસાડતું
વિરોધાભાસનું સામ્રાજ્ય થયું છતું...

સહેજ હઠીને અંદર નિરખવું
કારણોની વણઝાર માંડતું
વાંધાવચકાને પ્રાધાન્ય આપતું
હઠાગ્રહનું સામ્રાજ્ય થયું છતું...

સહેજ હઠેલા રહી વીણવા માંડવું 
એક એક ઓળખાયાથી વિમુખ થવું
અતિથિવિદાય સમ વળાવી આવવું
સાક્ષીભાવનું સામ્રાજ્ય કરવું છતું...

સહેજ હઠેલા રહી સ્મરણ કરવું
પ્રભુ ચેતનાને આહવાન કરવું
દર મહેમાનને સંધાનમાં પધરાવવું
દિવ્યકાર્યનું સામ્રાજ્ય અર્પણે સર્જાતું.

સર્વ તવ ચરણે અભિમુખ પ્રભુ...

જય હો...

સાદર...આભાર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧૮


Yoga means union with the Divine, and the union is effected through offering — it is founded on the offering of yourself to the Divine. . . . You must feel at every step that you belong to the Divine; you must have the constant experience that, in whatever you think or do, it is always the Divine Consciousness that is acting through you. You have no longer anything that you can call your own; you feel everything as coming from the Divine, and you have to offer it back to its source. When you can realise that, then even the smallest thing to which you do not usually pay much attention or care, ceases to be trivial and insignificant; it becomes full of meaning and it opens up a vast horizon beyond. TM



Flower Name: Alcea rosea
Hollyhock
Significance: Offering of All Obscurities
Offer your obscurities sincerely to the Divine and you will be able to receive the Light.

No comments:

Post a Comment