સ્થૂળ અને સૂક્ષ્મ
બંનેમાં રહેતાં આડંબર અને અહંકાર.
ચૈત્ય જ્યોત પ્રજ્વળ્યે
સઘળાં આવરણો ધરમૂળથી સમાપ્ત.
બુદ્ધિ અને મન
બંનેમાં રહેતાં વક્ર ને વિશ્લેષક ચક્રવાત.
ચૈત્ય હાજરી ધબક્યે
સઘળાં તથ્ય તર્ક બેબુનિયાદ.
પ્રાણ અને જીવનશક્તિ
બંનેમાં રહેતાં ઝબકાર અને ઝંઝાવાત.
ચૈત્ય સ્થાયી, પ્રભાવે
સઘળાં અંધકાર સદંતર પ્રશાંત.
દીન અને હીન
બંનેમાં રહેતાં પ્રકાશ અને દિવ્યોત્થાન.
ચૈત્ય સ્વરૂપ પ્રાગટ્યે
સઘળાં ફેરા સમેટે બ્રહ્માંડ.
પ્રણામ શ્રી મા - પ્રભુ...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
Flower Name: Callistephus chinensis
China aster
Significance: Supramentalised Psychic ActivityChina aster
Luminous, manifold, balanced it meets all needs.
No comments:
Post a Comment