Wednesday, 25 July 2018

તું મંગળ જીવન માણ...


ચાલ, બની તું સાવિત્રી 
યમરાજને હંફાવ,
અર્પણ-સમર્પણના માર્ગી
તું દિવ્યસૃષ્ટિ ઉઘાડ...

ચાલ, પકડી તું પ્રેમપગથી
નવીન ચીલો પાડ,
પ્રજનન-મનોરંજનથી વધી
તું દિવ્યપ્રેમ ઊગાડ...

ચાલ, વ્યક્તિત્વને તું ઝંઝોળી
યોગ્ય ખૂણે સજાવ,
અત્ર તત્ર સર્વત્ર મૂળ જગવી
તું અસ્તિત્વે દિવ્યત્વ સ્થપાવ...

ચાલ, જીવીને તું સાક્ષાત્કારી
સેતુ ઘડી બતાવ,
ત્યાગ- ભોગને સમાવી વટાવી
તું દિવ્યસમન્વય શીખવાડ...

ચાલ, મા-પ્રભુનો હાથ ધરી
શ્રદ્ધા-વિશ્વાસે ચાલ,
ખોળે ચરણે જણ-જીવ-જીવની
તું મંગળ જીવન માણ...

ધન્ય ધન્ય પ્રભો....

આભાર...

'મોરલી' 
જૂલાઈ, ૨૦૧૮



Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Victorious Endurance
It will endure till the end of the battle.

No comments:

Post a Comment