સંસાર કેરો સાર બદલ
ભાગ્ય કેરો ભાગ બદલ
આ જન્મે તું ચકરાવ બદલ...
સંતૃપ્તિ ઓડકાર બદલ
અભાવ કેરો રાગ બદલ
આ જન્મે તું સત્કાર બદલ...
પ્રેમ કેરો વ્યવહાર બદલ
તિરસ્કાર ભાવાર્થ બદલ
આ જન્મે તું ધબકાર બદલ...
ખૂણે છૂપો દુર્ભાવ બદલ
દેખીતો ઠાલો ઉપહાર બદલ
આ જન્મે શિષ્ટાચાર બદલ...
ભવાટવી હિસાબ બદલ
ભાવિ કેરો ભરથાર બદલ
આ જન્મે તું દસ્તકાર બદલ...
જન્મ કેરો આવિર્ભાવ બદલ
મનસ્વી અપૂર્ણ માર્ગ બદલ
આ જન્મે આતમવિસાર બદલ...
અર્પણ, તવ ચરણે...
પ્રણામ શ્રી મા - પ્રભુ...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness Turned towards the LightSunflower
It thirsts for Light and cannot live without it.
No comments:
Post a Comment