ધરામાં ધરબાયેલા રેતકણો વચ્ચે
શ્વસતા અંધકારને જાણું છું...
ને એ જ અંધારને હંફાવી જડમૂળને
પોષતા ખેતને માણું છું.
સમગ્રે વહેતી રજકણો વચ્ચે
ડોકાતા રિક્તરાગને જાણું છું...
ને એ જ વિખરાવ વચ્ચેથી
પ્રવેશતાં તેજકિરણોને માણું છું.
સાગરમાં હિલ્લોળાતાં ફેનિલનાં
ક્ષણિક અસ્તિત્વને જાણું છું...
ને એ જ સ્ફટિક શા ટોચકાં નીચે
વહેતી લહેરને માણું છું.
ક્યારીમાં ડટાયેલ બીજનાં
નિસહાય ગુંગળાટને જાણું છું...
ને એ જ અંકુરમાંથી સજતી
કૂંપણોની લીલાશને માણું છું.
પાર્થિવ પ્રસારમાં વહેંચાયેલ
વીસરાયેલ હાર્દને જાણું છું
ને એ જ ફેલાવનાં મૂળે
પહોંચાડતા પ્રસાદને માણું છું...
જય હો પ્રભો...
'મોરલી'
જુલાઈ, ૨૦૧૮
My blessings are for the Will of the Lord to be done, with full force and power. So it is not necessary that there should always be a success. There might be a failure also, if such is the Will of the Lord. And the Will is for the progress, I mean the inner progress. So whatever will happen will be for the best. TM
Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Significance: Blessings Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Pure and innumerable, manifesting themselves infinitely.
Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs.
No comments:
Post a Comment