Saturday, 7 July 2018

ભીતરે યોગ તેડાવ ...

 

ભીતરે યજ્ઞ ચેતાવ 
જીવનદોરની ગાંઠ એક એક ઓગળાવ
મન, મતિ, દેહ, પ્રાણ
ભાંગતા ભાગતા વિભાગો બેસાડ...

ભીતરે વેદી જગાવ
ઊઠતા તરંગ એક એક પધરાવ 
ઉચ્ચાર, વિચાર, વ્યવહાર
હારમાળામાં રોપી આહુતિ આપ...

ભીતરે યોગ તેડાવ
ડોકાતો દેખાડો એક એક હોમાવ
કૃત્રિમ આછકલાં છીછરાં પટલ
જુગુપ્સા પ્રેરનારનો ભોગ ચડાવ...

ભીતરે તપસ રેલાવ 
પ્રભુનાં પગલાં એક એક કોરાવ
સ્વાધ્યાયમાં સ્વને શોધાવ
અર્પણનો કાયદો અપનાવ...

અર્પણ પ્રભુ...પ્રણામ...

'મોરલી'
જુલાઈ, ૨૦૧૮


Flower Name: Rosa
Rose
Significance: Flame of Aspiration
A flame that illuminates but does not burns.
Flaming Love for the Divine
Ready for all heroism and all sacrifices.

No comments:

Post a Comment