દાવાનળને પ્રાણશક્તિનું દાન ન આપ
ભસ્મીભૂત કરી એ રેગિસ્તાન ન બનાવ.
પ્રથમ અંગારને પલીતો બનતો બચાવ
અહંની આપાધાપી એ, રખેને એ જગાવ.
ભડકે બળે બળવો એને ઠાર શોધી બતાવ
બદલાનું ઝનૂન એ, ને રાખમાં ન પલટાવ.
ત્યાં જ, વધુ ઊંડે, એક ઝળહળતો દિવ્યાંશ.
સીંચ એને, શમાવ એથી, અગન કેરી જ્વાળ.
રૂપાંતર પામશે, જેવી મળશે કરુણા ધાર
દીપક સમ પ્રજ્વળી રહેશે એ ચૈત્ય અભિસાર...
પ્રભો ... પ્રભો ...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
What I call purity, the true purity, is not all those things that morality teaches: it is non-ego. There must be nothing but Him. Him not only because we have given Him everything and consecrated ourselves totally to Him (that is not enough), but Him because He has taken total possession of the human instrument. TM
Flower Name: Strophanthus gratus
Climbing oleander
Significance: Radiating Vital PurityClimbing oleander
It is possible only through perfect consecration of the vital.
No comments:
Post a Comment