રમી લે તું ઓ કૃપાનો કેદી!
ક્યાંક ઊતરી ને મળી છે પ્રસાદી,
નહીં માન તું જીત તારી,
આજે તો છે, કાલ કોણે દીઠી?
ખુદ ધરવી કે વેરાયેલ લેવી?
સંસારી આકર્ષણોમાં જોતરવી
કે કૃપામાં કૃપાને ખીલવવી?
નિર્ણય તારો, તું જ જીવનધારી.
ઈચ્છા-દરિયામાં જો તો ક્યાં નાવડી
હલેસો માર્યા વિના કેમનો નાવિક?
ન જાત પર, ન સંજોગ પર સવારી
આમ છૂટી મૂકીશ શું આ ભવ-વારી?
કૃપાપાત્ર થવું અત્યંત જરૂરી,
નિષ્ઠા, ગુણવત્તા ધારક બની.
કૃપા છે કૃપાળુ પણ વૃત્તિ તો જો તારી?
સમર્પણ સંપૂર્ણ જ અવિરત કૃપાચાવી.
પ્રણામ શ્રી મા - પ્રભુ...
ત્વમે જ સર્વોસર્વ સર્વોચ્ચ સર્વોપરી...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
The more complete your faith, sincerity and surrender, the more will grace and protection be with you. And when the grace and protection of the Divine Mother are with you, what is there that can touch you or whom need you fear? A little of it even will carry you through all difficulties, obstacles and dangers; surrounded by its full presence you can go securely on your way because it is hers, careless of all menace, unaffected by any hostility however powerful, whether from this world or from worlds invisible. Its touch can turn difficulties into opportunities, failure into success and weakness into unfaltering strength. For the grace of the Divine Mother is the sanction of the Supreme and now or tomorrow its effect is sure, a thing decreed, inevitable and irresistible. SA
Flower Name: Saponaria
Soap-won, Bouncing Bet
Significance: Right Use of the Granted GraceSoap-won, Bouncing Bet
No deformation, no diminution, no exaggeration, a clear sincerity.
No comments:
Post a Comment