Tuesday, 3 July 2018

ઓજસમાં રૂપાંતરતો ...


રજસમાં રાજતા અગનનાં અંધકારને
ઓજસમાં રૂપાંતરતો યોગ સંપૂર્ણ, સાચો.

માનવીય દેહમાં છૂપાયેલ પશુપણાને
દિવ્યસંસ્કરણમાં પલટાવતો યોગ પાકો.

નિર્બળ નિર્ભર નિમ્ન પંપાળાતા વ્યસનને
અનાહતે પધરાવાતો, વિરામતો યોગ સારો.

શારીરિક સંતુષ્ટી ને પ્રાણિક આપ-લેને
ઊર્ધ્વગામી ગતિ-કૃતિમાં ઓપતો યોગ પાધરો.

સ્વાધિષ્ઠાની ઊર્જાનાં આવાગમનને
બ્રહ્મ સર્જનમાં શમાવતો યોગ પાવરધો.

સર્વસંચિત બ્રહ્માંડ ને સજ્જ સતકામ ત્યાં છે
અગ્નિને શમ-શક્તિમાં ઓલવતો પૂર્ણયોગ આવકારો...

વાહ પ્રભુ...તવ કૃપા...તવ માર્ગ...તવ પરિણામ... 

મોરલી'
જુલાઇ, ૨૦૧૮


Flower Name: Caladium
Angel wings, Elephant's-ear, Mother-in-law plant
Significance: Transformed Sex Centre
No longer has desires and offers itself to the Divine.

No comments:

Post a Comment