અડી અડીને, અલગઅલગ
પણ છે સળંગ એકધાર
આકાર પ્રકાર કે સમાસ
પણ છે એક જ સ્ત્રોત પેદાશ...
એક જ મૂળ, અસંખ્ય મુકામ
ક્ષેત્રો, વિષયો કે જીવજાત
ભિન્ન વિલક્ષણ ને લક્ષ લગાવ
પણ છે એક જ સ્ત્રોત પેદાશ...
એક જ પ્રવાહ ને રૂપ હજાર
ખોખાં ચોકઠાં બીબાં અપાર
પદ્ધતિ પરિણામ કાર્યે અલગાવ
પણ છે એક જ સ્ત્રોત પેદાશ...
એ જ દિવ્યતાનો પ્રચંડ ઉજાસ
સ્વરૂપ પ્રતાપ અદ્ધિતીય અમાપ
સર્વે અચરાચર પરાત્પર પ્રભાવ
નિશ્ચિત અખંડ અનંત સ્ત્રોત પેદાશ...
પ્રભુ...તવ ચરણે...
નવેમ્બર, ૨૦૧૮
Flower Name: Acalypha wilkesiana
Jacob’s coat, Fire dragon
Significance: Material ContinuityJacob’s coat, Fire dragon
Powerful, enduring, solid.
No comments:
Post a Comment